PSYCHOLOGY LAB

જિલ્લા શિક્ષણ અને તાલીમભવન  ગાંધીનગર ખાતે પી.એસ.ટી.ઈ શાખાઅંતર્ગતસાયકો-લેબનો સમાવેશ થાય છે. ડી.એલ.એડ અને બી,એડ.અભ્યાસક્રમમાંસાયકોલોજી વિષયનો સમાવેશ થાય છે.હાલમા ડાયેટ ગાંધીનગરમા બી.એડ. અભ્યાસક્રમ ચાલે છે. બી.એડ અભ્યાસક્રમની  જરૂરીયાત પ્રમાણેના સાધન- સામગ્રીનો સાયકો-લેબમાં સમાવેશ થાય છે. દર્પણાલેખન,ભુલભુલામણી બોર્ડ,ધ્યાન વિચલન પ્રયોગ માટે વ્યુત્ક્રામ્ય આકૃતિ, અંગૂલિ ચાંપલ્ય, ચીપીયા ચાંપલ્ય.ટેવ- અવરોધ,પિરામીડ- પઝલ,ટેચિસ્ટોસ્કોપ જેવા સાધનોથી સાયકો-લેબ સજ્જતા ધરાવે છે. તે ઉપરાંત  બુધ્ધિ, વ્યકિતત્વ, અનૂકુલન,વ્યવસાયી અભિરૂચિ,અંકશકિત કસોટી, એચએસપીક્યુ જેવી મનોવૈજ્ઞાનિક કસોટીઓનો ઉપયોગ કરવામા આવે છે.સાયકો-લેબ અંતર્ગત ધોરણ-10મા અભ્યાસ કરતા બાળકોના બુધ્ધિ,અભિરૂચિ, અભિયોગ્યતાનુ માપન મનોવૈજ્ઞાનિક કસોટી  દ્રારા કરી તેમની કારકિર્દી માટે શિક્ષકો અને વાલીઓને માર્ગદર્શન આપવામા આવે છે.