વાંચન શિબિર

વાંચન શિબિર

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર દ્વારા સને 2004 થી ગાંધીનગર જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકો માટે વેકેશન દરમિયાન વાંચન શિબિરનુ આયોજન કરવામાં  આવે છે.

2004 થી શરુ કરવમા આવેલ આ પ્રવૃતિ આજ દિન સુધી અવિરત ચાલુ છે. અત્યારના 21મી સદીના ઝ્ડપી યુગમાં પુસ્તક્નું મૂલ્ય લુપ્ત થતુ જાય છે. ત્યારે તેના તરફ વાળવા જાગૃતતા લાવવા વાંચન પ્રવૃતિને વેગ મળે તે સારુ આ વાંચન શિબિરનું આયોજન કરવામાં આવે છે.

વાંચન શિબિરના હેતુઓ :-

 • શિક્ષકોમાં વાંચન અભિરુચી કેળવાય તેમજ શિક્ષકો વાંચનાભિમુખ બને તે આ શિબિરનો મુખ્ય હેતુ છે.

 • સારુ અને શિષ્ટ વાંચનની ટેવ પાડવી.

 • જીવનના નૈતિક મૂલ્યોનો વિકાસ સારી રીતે કરી શકે.

 • લેખો, કવિઓ, શિક્ષણકારોના વિચારો વિશે જાણે.

 • વાંચન શિબિરનો એકને એક માત્ર હેતુ વાચકને વાંચનની ભૂખ જગાવવાનો છે.

 

પ્રવૃતિઓ::-

 • વિવિધ વિષયોને લગતા પુસ્તકોનું પ્રદર્શન ગોઠવવું.

 • શિક્ષકો પોતાને મનગમતા પુસ્તકોનું વાંચન કરશે.

 • વાંચેલ પુસ્તકોની સમૂહમાં ચર્ચા કરવામાં આવશે.

 • વાંચનની પ્રેરણા મળી રહે તેમજ કેવા પ્રકારના પુસ્તકોનું વાંચન કરવુ તે અંગેનું માર્ગદર્શન મળી રહે તે માટે લેખકો અને કવિઓના વકતવ્ય  ગોઠવવામા આવેછે.

 • ગ્રંથાલયમાં ઉપલબ્ધ સંદર્ભ ગ્રંથોમાંથી જુદી જુદી પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.

 • એકસ્પોઝર વીઝિટ પણ ગોઠવવામા આવે છે. ( રાજય મધ્યસ્થ ગ્રંથાલયની મુલાકાત, ઇન્ફ્લીબનેટ સેંન્ટરની મુલાકાત વગેરે)

 • તાલીમના છેલ્લા દિવસે વાંચેલ પુસ્તકની સમીક્ષા કરાવવામાં આવેછે. તેમજ ફીડ્બેક પણ લેવામાં આવે છે.