સમર કેમ્પ

SUMMAR CAMP REPORT

 

વેકેશનમાં સર્જનાત્મક પ્રવૃત્તિ, બાળભોગ્ય પ્રવૃત્તિ અને બાળકને શાળા તરફ ખેંચી લાવતી પ્રવૃત્તિ એટલે સમર વેકેશન કેમ્પઃ

 

વેકેશન એટલે આનંદનો મહાસાગર તેમાં બાળકોને પ્રિય એવી પ્રવૃત્તિ તેમને અનકૂળ સમયે થતી હોય તેવી પ્રવૃત્તિ સમર વેકેશન કેમ્પઃ

પ્રસ્તાવનાઃ

દરેક શાળામાં પરિક્ષા પૂર્ણ થાય એટલે વિદ્યાર્થીઓ મુકત વિહાર કરવા લાગે. મુક્તિનો આનંદ માણવા લાગે. આ પરિસ્થિતિમાં કયા વિદ્યાર્થીને શાળાએ આવવું ગમે. આ પરિસ્થિતિમાં સમર વેકેશન કેમ્પ યોજાય એટલે વેકેશનના ફ્રી સમયમાં તેમને અનુકૂળ સમયે શાળામાં આવી તેમને મનગમતી પ્રવૃત્તિ કરવાની મળે એ સમર વેકેશનમાં શક્ય બન્યુ. અહિં શિક્ષણ નહિં પણ વિવિધ પ્રવત્તિઓનો શુભગ સમન્વય. વર્ષો પહેલાં જીસીઇઆરટીના માર્ગદર્શનનીચે જિલ્લાની ઘણી પ્રાથમિક શાળાઓમાં આ મુજબના સમર વેકેશન કેમ્પ યોજાયા હતા. આ જ વિચારબીજને નવો ઓપ આપીને ગાંધીનગર શહેરની પ્રાથમિક શાળાઓમાં છેલ્લા બે વર્ષથી યોજવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગર શહેર વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતાં શાળાઓ ધીમે ધીમે બંધ થવા લાગી હતી.

શાળા અને સમાજને જોડતી કડી સમાન આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ શાળાઓમાં આવતા થાય, શાળા સાથે જોડાય, સમાજ દ્વ્રારા આ પ્રવૃત્તિની નોંધ લે અને આ થકી ગાંધીનગર શહેર વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં પ્રાણ ફૂંકાય એ આ પ્રવૃત્તિનું હાર્દ છે. સમર વેકેશન કેમ્પમાં મોટે ભાગે બાળભોગ્ય પ્રવૃત્તિઓ જ કરાવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને મહત્તમ આનંદ મળતો હોય. આ પ્રવૃત્તિમાં ગાંધીનગર શહેર વિસ્તારના શિક્ષકો હોંશભેર જોડાયા હતા.