ઇકો ક્લબ

 પ્રસ્‍તાવના :

        માનવ ઉત્‍પત્તિની શરૂઆતથી જ માનવી પર્યાવરણનો ઉપભોગ કરતો આવ્‍યો છે. આજના ટેકનોલોજીના યુગમાં માનવી પૈસાની પાછલો થતા આસપાસના વાતાવરણને ભુલી ગયો છે. જેના કારણે ભગ્‍લોબલ વોર્મિગભ જેવી વિનાશક અસરો સામે આવીને ઉભી રહી છે. પરિણામ સ્‍વરૂપે પૃથ્‍વી ઉપર ઋતુઓમાં અકલ્‍પનિય ફેરફારો થયા છે જેની સીધી અસર માનવજાત ઉપર પડતાં ઘણાંય લોકો રોગના ભોગ બન્‍યા છે. જેના લીધે આજનું વૈભવી જીવન જીવતા માણસોની અચાનક આંખ ખુલી છે. તેથી આજના શિક્ષણના પ્રવાહમાં પર્યાવરણ શિક્ષણને પણ વિશેષ મહત્‍વ આપવામાં આવ્‍યું છે. વર્ષઃ ર00પથી પ્રાથમિક શાળાઓમાં ECO CLUBની પ્રવૃતિ શરૂ કરવામાં આવી છે. જેના કારણે શાળાઓ જ નહી પરંતુ ગામડાઓ પણ હરિયાળા બન્‍યા  છે અને બનશે.

        આજે આપણા દેશનો જ નહી પરંતુ વિશ્‍વનો પ્રશ્‍ન ભપર્યાવરણ સમતુલાભ બની ગયો છે. દિન-પ્રતિદિન પ્રદૂષણ કૂદકે ને ભૂસકે વધતા માનવીને વિચાર કરતો કરી દીધો છે. એટલા માટે જ વર્ષ-ર001માં એક વૈશ્‍વિક કોન્‍ફરન્‍સ યોજાઈ જેમાં નેશનલ ગ્રીન ક્રોર્પ્‍સનો મુદો ચર્ચવામાં આવ્‍યો હતો. આપણે સૌ પર્યાવરણનો ઉપયોગ કરતા આવીએ છીએ અને તેના થકી જીવન જીવીએ છીએ એવુ કહીએ તો કંઈ ખોટુ નથી. તેથી પર્યાવરણીય અસમતુલા દૂર કરવા માટે આપણે સૌએ એક થવુ પડશે. આ ઉદેશને સફળ બનાવવા ભારત સરકારે દરેક જિલ્‍લાઓમાં ‘ઈકો-કલબ’ ની સ્‍થાપના કરી છે. જેમાં રાજય સ્‍તરે જીસીઈઆરટીના માઘ્‍યમથી રાજયની તમામ પ્રાથમિક શાળાઓમાં ઈકો-કલબની સ્‍થાપના કરવામાં આવી છે. જેના થકી પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતા નાની વયના બાળકોના માનસપટ ઉપર પર્યાવરણ પ્રત્‍યે અવશ્‍ય જાગૃતિ કેળવાશે અને હાલમાં જે સમસ્‍યા માનવસમાજ માટે અભિશાપરૂપ છે તેનો હલ આ બાળકો લાવીને જ જંપશે. ઈકો-કલબની પ્રવૃતિ બરા બાળકોના મનમાં પર્યાવરણ પ્રત્‍યે પ્રેમ, આદર અને સંરક્ષણની ભાવના વિકસે તે મુખ્‍ય હેતુથી આ પ્રવૃતિ શાળાઓમાં ચલાવવામાં આવે છે તેના સારા પરિણામો સાંપડયા છે.

        જીસીઈઆરટી, ગાંધીનગર પ્રેરિત અને જિલ્‍લા શિક્ષણ અને તાલીમ ભવન, દાહોદ બરા દર વર્ષે જિલ્‍લામાં ઈકો-કલબની પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમા જિલ્‍લાની મોટાભાગની શાળાઓમાં આ પ્રવૃતિઓ સરસ અને સારી રીતે થાય છે. જેથી આજનું ગાંધીનગર આવતી કાલનુ હરિયાળુ ગાંધીનગર બનશે જેનુ ઉદાહરણ અત્રે ડોકયુમેન્‍ટ્રી સ્‍વરૂપે રજુ કરેલ છે.

 ર. ઇકો-ક્‍લબ

શિક્ષણની વિસ્‍તરતી જતી ક્ષિતિજોએ વિવિધ સમસ્‍યાઓ પ્રત્‍યે જાગૃત થઈ વિકાસને વધુને વધુ સરળ બનાવવા તરફ ઘ્‍યાન દોર્યું છે અને એટલે જ કમ્‍પ્‍યુટર શિક્ષણ, વસ્‍તી શિક્ષણ, ઉર્જા શિક્ષણ, પર્યાવરણ શિક્ષણના નવા ક્ષેત્રો તરફ અભ્‍યાસીઓ આકર્ષાયા છે. નવા અભ્‍યાસઠ્ઠમની રચના સમયે અભ્‍યાસક્રમ ઘડનારાઓએ આ નવા વિષયોને વધુ વ્‍યાપક અને સરળ સ્‍વરૂપ બનાવી અભ્‍યાસઠ્ઠમમાં સ્‍થાન આપ્‍યું છે. આ પૈકીનું એક ક્ષેત્ર એટલે પર્યાવરણ શિક્ષણ. પર્યાવરણની જાળવણી અને તે માટેના માનવકાર્યની દિશા ચીંધતો વિષય એટલે  ‘પર્યાવરણ શિક્ષણ’.

વષૅ-1986માં જાપાનમાં હિરોશીમા ખાતે અભ્‍યાસઠ્ઠમ સુધારણા ઉપર એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં ડૉ.ગુણવંત શાહે ‘Gandhi and Global Peace’ પર એક પેપર રજૂ કર્યું હતું. જેમાં વૈશ્‍વિક ચાર સમસ્‍યાઓ પરત્‍વે ચિંતા વ્‍યક્‍તત કરવામાં આવી હતી. આ સંદર્ભે વર્ષ ર001માં એક કોન્‍ફરન્‍સ યોજાઇ હતી. જેમાં પર્યાવરણ સમતુલા જાળવવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે ‘National Green Cropce’નો મુદ્યો ચર્ચવામાં આવ્‍યો હતો. ભારતની સર્વોચ્‍ચ અદાલતે પણ આ પ્રકારની પર્યાવરણની પ્રવર્તમાન પરિસ્‍થિતી પ્રત્‍યે ચિંતા વ્‍યક્‍તત કરીને તમામ પ્રકારના અભ્‍યાસઠ્ઠમોમાં પર્યાવરણને એક વિષય તરીકે દાખલ કરવા માટે હિમાયત કરી છે.

આપણે સૌ પર્યાવરણનો એક ભાગ છીએ. પર્યાવરણ તરફનું આપણું વલણ અને દ્રષ્ટિકોણ જો આપણે બદલી શકીએ તો પર્યાવરણના ઘણા પ્રશ્નો સહેલાઈથી હલ થઈ શકે તેમ છે. 1ર0 કરોડની વસ્‍તીવાળા આ દેશમાં રાતોરાત ફેરફાર થઈ શકે તેમ નથી. પરંતુ બાળકો દ્વારા સમાજની વર્તણુંકમાં જરૂર ફેરફાર કરી શકાય. કારણકે બાળકોમાં સ્‍વાર્થ હોતો નથી અને તેના મનમાં કોઈ પણ નવા  વિચારો સહેલાઈથી સ્‍થાપિત થઈ શકે તેમ છે. તેથી ભારત સરકારે દેશના તમામ જિલ્લાઓમાં ‘ઇકો-કલબ’ ની સ્‍થાપના કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત ગુજરાત રાન્નયની માઘ્‍યમિક શાળાઓમાં પણ ઈકો-કલબની પ્રવૃતિઓ ચાલી રહી છે. આ કાર્યઠ્ઠમને વધુ વેગવાન અને અસરકારક બનાવવા માટે જી.સી.ઇ.આર.ટી.ના માઘ્‍યમ દ્વારા રાન્નયની તમામ પ્રાથમિક શાળાઓમાં આ કલબની શરૂઆત કરવામાં આવી છે. યુવાનોમાં પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્‍યે જાગૃતિ લાવવા પ્રયત્‍નો વેગવંતા કરવા માટે સહિયારા પુરુષાર્થની શરૂઆત કરી છે.

આ  ઇકો-ક્‍લબ શાળા કક્ષાએ કામ કરી બાળકોને નાનપણથી જ પર્યાવરણ પ્રત્‍યે પ્રેમ જાગે અને તેને પોતાનું સમજી સાચવે તેવી પ્રવૃતિઓ કરે છે. સાથે-સાથે ગ્રામજનો પણ તેનાથી જાગૃત થાય તેવા પણ પ્રયત્‍નો કરવામાં આવી રભ છે. પર્યાવરણને  નુકશાન પહોંચાડયા સિવાય પોતાનું જીવન જીવવાની કળા શીખવે છે.

 (1) મુખ્‍ય લક્ષ્યઃ

      પર્યાવરણ અંગેની જાગૃતિ કેળવવા તથા પર્યાવરણની સુધારણા અને રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેવા દેશમાં શાળાનાં બાળકોને સાંકળી ઇકો-કલબની સ્‍થાપના કરવી.

(ર) શબ્‍દ ઉત્‍પતિ (ઇકોલોજી) :

      અંગ્રેજીમાં ECOLOGY(સંતુલનશાસ્ત્ર) શબ્‍દનો મૂળ ગ્રીક શબ્‍દ ‘Oikas’એટલે કે પરિવાર સાથે સંબંધ શબ્‍દાર્થ સૂચવે છે. સંસ્‍કૃતમાં પણ એક સમાન શબ્‍દ છે. ‘ઓસકˆજેનો અર્થ ઘર થાય છે. આમ પર્યાવરણ એ વિશ્‍વવ્‍યાપી પરિવારનો પ્રતિકાત્‍મક સંબંધ પણ સૂચવે છે. આમ ઇકોલોજી એટલે કુદરતમાં પ્રાણીઓ તથા વનસ્‍પતિ કઈ રીતે રહે છે તેના આંતર સંબંધોનો અભ્‍યાસ કરતું શાસ્ત્ર એટલે કે વિજ્ઞાનની એક શાખા એટલે પરિસ્‍થિતી વિજ્ઞાન.

(3) ઇકો-ક્‍લબ એટ્‍લે શું ? :

    ઇકો-ક્‍લબ એટલે શાળાનાં પ્રકૃતિપ્રેમી બાળકો તથા શિક્ષકોનું એક એવું સંગઠન કે જે પ્રકૃતિ અને પર્યાવરણ સંરક્ષણની કુશળતા અને જાણકારી પુરી પડતી એક અનૌપચારિક સઠ્ઠિય વ્‍યવસ્‍થા.

(4) ઈકો કલબના હેતુઓ :

1)  ઈકો કલબની પ્રવૃતિઓથી બાળકોમાં નેતૃત્‍વનો ગુણ વિકસે.

ર) ઈકો કલબની પ્રવૃતિઓથી બાળકોમાં નૈતિકતાનો ગુણ વિકસે.

3) ઈકો કલબની પ્રવૃતિઓથી બાળકો પર્યાવરણ વિશે જાગૃત બને.

4) ઈકો કલબની પ્રવૃતિઓથી બાળકો શાળામાં સ્‍વચ્‍છતા જાળવતા શીખે.

પ) ઈકો કલબની પ્રવૃતિઓથી બાળકોમાં રહેલી સુષુપ્‍ત શકિતઓનો વિકાસ થાય.

6) ઈકો કલબની પ્રવૃતિઓથી બાળકો વૈશ્‍વિક સમસ્‍યાઓ વિશે માહિતગાર થાય.

7) ઈકો કલબની પ્રવૃતિઓથી બાળકો ઓૈષધિય વનસ્‍પતિ વિશે પરિચિત થાય.

8) ઈકો કલબની પ્રવૃતિઓથી બાળકો પશુ-પક્ષીઓ વિશે પરિચિત થાય.

9) ઈકો કલબની પ્રવૃતિઓથી બાળકો પર્યાવરણલક્ષી વિવિધ દિનોથી વાકેફ થાય.

10)ઈકો કલબની પ્રવૃતિઓથી બાળકો પર્યાવરણલક્ષી પ્રોજેકટ બનાવતા શીખે.

11)ઈકો કલબની પ્રવૃતિઓથી બાળકોમાં સમૂહભાવના કેળવાશે.

1ર)ઈકો કલબની પ્રવૃતિઓથી બાળકો જાહેર બાગ-બગીચાની જાળવણી કરતા શીખે.

13)ઈકો કલબની પ્રવૃતિઓથી બાળકો પ્રદૂષણ અટકાવવામાં મદદ કરશે.

14)ઈકો કલબની પ્રવૃતિઓથી બાળકો પાણીનો સદઉપયોગ કરતા શીખશે.

(પ) ઇકો-ક્‍લબની મહત્‍વની બાબતોઃ

 • પ્રાથમિક શાળાનાં બાળકો અને શિક્ષકોની બનેલી ઇકો-કલબ સમાજને વધુ ઉપયોગી બને એ માટે નીચેના જેવી બાબતો મુખ્‍ય છે.

 • પર્યાવરણ જાળવવા લોક જાગૃતિ.

 • બિન ઉપયોગી વસ્‍તુઓ તથા ઘન કચરાનો નિકાલ

 • પ્રદૂષણ અટકાવવામાં મદદગીરી

 • પાણીની અછત નિવારણની કામગીરી

 • સ્‍કૂલ અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં વૃક્ષારોપણ

 • જાહેર બાગ-બગીચાની જાળવણી

 • નાગરિક સુવિધાઓમાં મદદગીરી

 • પાણીનો વ્‍યય થતો અટકાવવાની જાગૃતિ

 • જમીન અને ભેજ સંરક્ષણ અંગેની જાગૃતિ કેળવવી.

પાકની ગુણવત્તા વધારવા માટે જાગૃતિ

 3. પર્યાવરણ અને આપણે

પર્યાવરણ એટલે પૃથ્‍વી પર સજીવ સૃષ્ટિને ટકાવી રાખવા માટેનું જરૂરી આવરણ. પૃથ્‍વી પર માનવી જેમ-જેમ પર્યાવરણને વધારેને વધારે નુકશાન પહોંચાડતો ગયો તેમ તેમ દિવસેને દિવસે વાતાવરણના ઉપલા પડમાં આવેલા ઓઝોન વાયુના પડમાં ગાબડાં પડવા લાગ્‍યા. નવા-નવા મહાકાય ઉદ્યોગો, કારખાના તથા અસંખ્‍ય વાહનોના ધુમાડા તથા માનવ દ્વારા થતું પર્યાવરણનું પ્રદૂષણ વિરાટરૂપ ધરી આપણી સામે ઊભું છે.

આપણું પર્યાવરણ સજીવ સૃષ્ટિનું રક્ષણ કરતું હતું તેને આજે રક્ષણની જરૂર ઊભી થઈ છે. આપણે ટી.વી., રેડિયો, સમાચારપત્રો તેમજ બીજા પ્રચારના માઘ્‍યમો જોઈએ છીએ કે કયાંક અતિશય ઠંડી, ગરમી, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી કુદરતી આફતો પર્યાવરણ સામે ભરડો લઈ રહી છે. માણસ પોતાના સ્‍વાર્થ ખાતર જંગલોને દિવસેને-દિવસે બોડા બનાવી દીધા છે. ધરતી વેરાન થવા લાગી છે. ઓકિસજનની ફેકટરીઓ ગણાતા વૃક્ષોનો નાશ થઈ રભે છે.

4. વનસ્‍પતિઓનું મહત્‍વ અને તેના ઔષધીય ગુણો

  આ સૃષ્ટિ-પૃથ્‍વી સજીવ પ્રાણીઓ અને એમાં પણ સર્વશ્રેષ્ઠ માનવજાતિનું જીવન પોષે છે. સજીવસૃષ્ટિ જીવન પ્રઠ્ઠિયામાં અગત્‍યનો ભાગ ભજવે છે. વૃક્ષ પૃથ્‍વીનો રસ લઈને જીવે છે. આ રસ વનસ્‍પતિ દ્વારા મળે છે. વૃક્ષો એ માનવજાતિની મહામુલી સંપતિ છે. તેનું સંવર્ધન થાય, જતન થાય તેમજ તે અંગે વૈચારિક વાતાવરણ કેળવાય તે આજના શિક્ષણની અગત્‍યતા છે. ઔષધબાગ દ્વારા જંગલમાં રઝળપાટ વગર વનસ્‍પતિઓ પ્રત્‍યક્ષ એક જ સ્‍થળે મળે તેનો પરિચય ઓળખ પ્રાપ્ત થાય તેમજ ‘ છોડમાં રણછોડ’ ની ભારતીય પરંપરા અને સંસ્‍કૃતિનું સંવર્ધન પણ થાય.

આજના આધુનિક સમયમાં એલોપેથિક દવાઓનાં સેવનથી અને તેની આડ અસરોથી માનવજીવન વ્‍યથિત છે. આજે વિદેશોમાં પણ ભારતીય વિસ્‍તારોમાં થતી ઔષધિય વનસ્‍પતિઓની માંગ વધી છે. ત્‍યારે આપણાં ભારતના અને ગુજરાતના બાળકો ઔષધિય વનસ્‍પતિઓનું મહત્‍વ સમજે તે ખૂબ જ જરૂરી છે. અહી કેટલીક વનસ્‍પતિઓનુ મહત્‍વ અને તેના ઔષધિય ગુણો નીચે મુજબ છેઃ

(1) ગળો (અમૃતા):

 • ગળો એ બારેમાસ થતી વેલ છે. ગળો એ બધી જગ્‍યાએ થતી હોવાથી ખૂબ જ જાણીતી છે. તે સામાન્‍ય રીતે નજીકના કોઈ પણ ઝાડ ઉપર વીંટળાઈને ચડે છે. ગળો ચોમાસામાં થાય છે. લીમડાના ઝાડ ઉપર ચડેલી ગળો ઉત્તમગુણ ધરાવતી ગણાય છે. વસંતઋતુ કે વર્ષાઋતુમાં તેને નાના પોપટી રંગના ઘણા ફૂલો આવે છે. ગળો ઝડપથી નાશ પામતી ન હોવાથી સંસ્‍કૃતમાં તેને ‘અમૃતા‘ કહે છે.

ઉપયોગઃ ગળોના પાન પીપળાના પાન જેવા અણીદાર લંબગોળ હ્રદય આકારના, સુંવાળા અને પોપટી રંગના હોય છે.ગળોના પાન કડવી વાંસ વાળા સ્‍વાદમાં કડવા અને ચોળવાથી સહેજ ચીકણા લાગે છે. આ પાન શિયાળામાં ખરી જાય છે. ગળો બળ વધારનાર અને સમતા લાવનાર છે.

(ર) સાટોડી (પુનર્ન્‍વાં):

 • સાટોડી દરેક જગ્‍યાએ થતી, જમીન ઉપર પથરાતી નાની વેલ જેવી વનસ્‍પતિ છે. તે રેતાળ, પડતર અને ભેજવાળી જમીનમાં ઊગી નીકળે છે. તે બારેમાસ મળે છે પણ ચોમાસામાં વધારે પ્રમાણમા ઊગે છે. સાટોડીને લાલ કે સફેદ દાંડી હોય છે. તેના પાન સામ-સામા હોય છે. સાટોડીના ફૂલ ઘંટાકાર નાના ગુલાબી રંગના ગુચ્‍છાદાર અને પાસ-પાસે આવેલા જોવા મળે છે. સાટોડી એ મુખ્‍ય બે જાતની હોય છે.1) ધોળી સાટોડી ર) રાતી સાટોડી. ધોળી સાટોડી વિશેષ ગુણવાળી ગણાય છે. તેથી કરીને દર ચોમાસામાં ફરી જીવતી થતી હોવાથી પુનર્ન્‍વાં કહેવાય છે. પુનર્ન્‍વાં એટ્‍લે શરીરને ફરી નવું બનાવનાર અને તેના મૂળનો નાશ થતો નથી.

ઉપયોગ : ઔષધ તરીકે મુખ્‍યત્‍વે તેના પાન અને મૂળનો ઉપયોગ કરવામાં આવે છે. સાટોડીનો રસ પીવાથી દીર્ઘાયુષ્‍ય પ્રાપ્ત થાય છે. સાટોડી ખુલાસાથી પેશાબ લાવવામાં ઉપયોગી છે. તે મૂત્રપિંડના રોગો, આંખોની તકલીફ હ્રદયરોગ અને આખા શરીરના સોજામાં ઉપયોગી ગણાય છે. આ ઔષધિ વૃદ્ધને પાન યૌવન આપનાર ગણાય છે.

(3) કુંવાર (કુંવારપાઠું કે કુમારી ):

 • કુંવાર ઘણી જાણીતી વનસ્‍પતિ છે. તેનો છોડ કોઈપણ જગ્‍યાએ સરળતાથી ઊગે છે. ઘરના આંગણામાં કે અગાશીના કુંડામાં પણ તેને ઉગાડી શકાય છે. ખેતરના શેડે, ધોરીયાના કિનારે કે ખેતર તથા વાડીમાં જોવા મળે છે. તે ઓછા પાણીમાં પણ જીવી શકે છે.તેને ઉખાડી લીધા પછી પણ લાંબા સમય સુધી તે લીલો રહે છે. તેને ફળ થતાં નથી. તેથી સંસ્‍કૃતમાં તેને ‘કુમારી’ કહે છે. કુંવારના પાન જાડા, રસભર્યા, લીલા, વજનદાર અને એકમાંથી બીજું નીકળતા હોય છે. પાનની કિનારી પર થોડા-થોડા અંતરે કરવતના દાંતા જેવા કાંટા હોય છે. આવા પાન આખું વર્ષ લીલા રહે છે. પાનને તોડતા તેમાંથી ઉગ્ર વાંસવાળો ચીકણો રસ નીકળે છે. કુંવારનો છોડ ન્નયાં હોય ત્‍યાં હવાને શુદ્ધ રાખે છે. માખી અને મચ્‍છરને દૂર રાખે છે. તેનું પાન ઘરમાં લટકાવવાથી મચ્‍છરો દૂર ભાગે છે. કુંવાર ના ફૂલ ‘સેલડા‘ નામથી ઓળખાતી છે.

ઉપયોગ : કુંવાર લિવરના રોગોમાં, સ્ત્રીરોગોમાં, તથા થેલી બરોળમાં ઉપયોગી છે. કુંવારના રસમાંથી વિવિધ પ્રકારની સૌંધર્ય પ્રસાધન ઠ્ઠીમ બનાવવામાં આવે છે. દાઝી જવા પર કુંવાર પ્રાથમિક ઉપચાર તરીકે ઉપયોગી છે. દાઝેલા ભાગ ઉપર કુંવારનો જાડો અને ચીકણો રસ લગાડવાથી તરત જ ઠંડક થાય છે. બળતરા શમી જાય છે અને ઘા ને રૂઝવવામાં મદદ કરે છે.

(4) ગરમાળો :

 • ગરમાળો ંએ આકર્ષક અને પીળા ફૂલોવાળું ઝાડ આપણે ત્‍યાં સર્વત્ર થાય છે. આ ઝાડ ઉપર પીળા રંગના સુવર્ણ જેવા સુંદર ઝૂલતા ફૂલો આવે છે. આથી તેને ‘સુવર્ણવૃક્ષ’ પણ કહે છે. ભર ઉનાળામાં ખીલી ઉઠનાર ગરમાળાની શિંગો ગોળ આંગળી જેવી જાડી અને અડધા મીટર જેટલી લાંબી હોય છે. પાકી ગયેલ શિંગોમાંથી કાળાશ પડતો ચીકણો પદાર્થ નીકળે છે. જે ‘ગરમાળા’ નો ગોળ તરીકે ઓળખાય છે. આ ગોળ જૂની કબજિયાતને પણ દૂર કરે છે.

ઉપયોગ : ગરમાળાનો ગોળ બાળકોને કબજિયાત સમયે આપવામાં આવે છે. ગરમાળો તાવ, હ્રદય રોગ, લોહીનો બગાડ જૂની કબજિયાત અને ખંજવાળમાં ઉપયોગી છે.ગરમાળાની શિંગોનો ચીકણો ગર્ભ કાળા રંગનો હોય છે. તેનો દવામાં ઉપયોગ થાય છે. કાકડા વધીને દુખાવો થાય ત્‍યારે તેની ચાલને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી આરામ થાય છે.

(પ) બાવળ :

 • બાવળનું ઝાડ સૌએ ખેતરના શેઢે કે ગામના સીમાડે જોયું હશે. બાવળનું ઝાડ ઊંચું થાય છે. તેને પીળા રંગના ફૂલો આવે છે. તેના ફલોને ‘પરડા’ કહે છે. પરડા લાંબા, ચપટા અને ખાંચાવાળા હોય છે. બાવળનું ઝાડ તેના કાંટાના કારણે તરત જ ઓળખાઇ જાય છે. બાવળના પાન લીલા હોય છે. બાવળને લીલી સોટીઓનાં દાતણ થાય છે.

ઉપયોગ : બાવળના દાતણ તેના તુરા રસના કારણે દાંતને સારું કરનાર, જંતુમુક્‍તત કરનાર તેમજ પેઢાને મજબૂત કરનાર છે. બાવળના ઝાડમાંથી મળતો ગુંદર ખૂબ પૌષ્ટિક હોય છે. બાવળના પાન, છાલ, લાકડું, ફળ, ગુંદર, વગેરે જેવા અંગો આપણને ઉપયોગી છે. મોઢું આવે ત્‍યારે બાવળની છાલ તથા જાંબુડીની છાલના ઉકાળાના કોગળા કરવાથી લાભ થાય છે.

(6) સરગવો :

 • સરગવાનું ઝાડ-પ થી 10 મીટર ઊંચું થાય છે. સરગવો લગભગ બધેજ થાય છે. તેના પાન નાના-નાના થાય છે. તેની શિંગો આંગળીની જેવી જાડી હોય છે. તેને નવ ધાર હોય છે. તે લીલા રંગની હોય છે. આપણે ત્‍યાં રસોઈમાં સરગવાની શિંગોનો ઉપયોગ થાય છે.

ઉપયોગ : સોજો તથા વાયુના રોગોમાં સરગવો ઉત્તમ ઔષધિ છે. તે યકૃત તથા બરોળના રોગોને પાન મટાડે છે. સરગવો આંખ માટે ઘણો હિતકારી છે. સરગવાના પાનના રસથી હેકડી અને શ્‍વાસરોગનો હુમલો દૂર થાય છે. સરગવાના સુકવેલા પાનનો ભૂકો કરી પીવાથી પથરી તૂટે છે. હાડકાંને મજબૂત કરવા તથા ઊંચાઈ વધારવા તેનો શાક તરીકે ઉપયોગ કરવો.

(7) તુલસી :

 • તુલસી આપના ઘર આંગણનો છોડ છે. તુલસીને પવિત્ર માનવામાં આવે છે. તુલસી ઘણા બધા રોગોમાં ઉપયોગી છે. તે હવાને શુદ્ધ કરનારી અને તંદુરસ્‍તી આપનારી છે.

ઉપયોગ : તુલસી શરદી, ઉધરસ, પાંસળીના રોગો, છાતીનાં રોગો વગેરે મટાડે છે. નિયમિતપણે દરરોજ તુલસીના પાંચ પાન ચાવી જવાથી શરદી, ઉધરસ, તાવ વગેરેની ફરિયાદ રહેતી નથી. તુલસીના પાનની એક વિશેષ પ્રકારની સુગંધ છે. જે હવાને શુદ્ધ રાખવાનું કામ કરે છે. એક મહિના સુધી તુલસીનું સેવન કરે તો એલેર્જી માટી શકે છે.

(8) અરડૂસી :

 • અરડૂસીનો છોડ ગામડામાં બધી જગ્‍યાએ જોવા મળે છે. અરડૂસીના પાન બારેમાસ લીલા રહે છે. તેના પાન લાંબા હોય છે. તેને સફેદ ફૂલ આવે છે. અરડૂસીના પાનનો રસ અથવા પાનને ચાવીને ખાઈ શકાય છે.

ઉપયોગ : અરડૂસી શરદી, ઉધરસ, કફ, ક્ષયને મટાડે છે. ગળાનાં ભાગમાંથી લોહી પડતું હોય તો અરડૂસી તેને મટાડે છે. શ્‍વાસ,ખાંસી અને ક્ષયમાં અરડૂસીના પાનનાં રસમાં મધ નાખી રોજ પીવું અથવા તેના પાન બાફી રસ કાઢી મધ ઉમેરી પીવું.

 

પ. ઈકો કલબ અંતર્ગત ઉજવણી કરવામાં આવતા દિવસોની યાદી

ક્રમ

તારીખ

દિવસનું નામ

દિવસનું નામ

1

1- ફેબ્રુઆરી

વિશ્‍વ જળ પ્‍લાવિત વિસ્‍તાર દિન

World Water Flooded Area Day

ર8- ફેબ્રુઆરી

રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિન

International Science Day

3

ર1-માર્ચ

વિશ્‍વ વન દિવસ

WorldForest Day

4

રર-માર્ચ

વિશ્‍વ જળ દિન

World Water Day

7- એપ્રિલ

વિશ્‍વ આરોગ્‍ય દિન

World Health Day

6

18- એપ્રિલ

વિશ્‍વ હેરિટેજ દિવસ

World Heritage Day

7

રર- એપ્રિલ

પૃથ્‍વી દિન

Earth Day

8

3-મે

આંતરરાષ્‍ટ્રીય ઉર્જા દિન

International Energy Day

9

31-મે

તમાકુ નિષેધ દિવસ

Tobacco Prohibition Day

10

પ- જૂન

વિશ્‍વ પર્યાવરણ દિન

World Environment Day

11

ર8-જુલાઈ

વિશ્‍વ પ્રકૃતિ સંરક્ષણ દિન

World Nature Conservation Day

    1ર

16-સપ્‍ટેમ્‍બર

આંતરરાષ્‍ટ્રીય ઓઝોન દિન

International Ozone Day

13

ર7-સપ્‍ટેમ્‍બર

વિશ્‍વ પર્યટન દિન

World Tourism Day

14

ર થી 9- ઓકટોબર

વન્‍ય પ્રાણી સપ્‍તાહની ઉજવણી

Wild Life Week Celebration

1પ

4- ઓકટોબર

વિશ્‍વ પ્રાણી દિન

World Animal Day

16

16- ઓકટોબર

વિશ્‍વ અન્‍ન દિન

World Food Day

17

1- નવેમ્‍બર

વિશ્‍વ પરિસર દિવસ

World Campus Day

18

10- નવેમ્‍બર

વન પ્રકૃતિ દિવસ

NatureForest Day

19

ર- ડિસેમ્‍બર

રાષ્‍ટ્રીય પ્રદુષણ અટકાવ દિન

National Pollution Prevention Day

ર0

3- ડિસેમ્‍બર

વિશ્‍વ સંરક્ષણ દિવસ

World Conservation Day

ર1

14- ડિસેમ્‍બર

રાષ્‍ટ્રીય ઉર્જા સંરક્ષણ દિન

World Energy Conservation Day

રર

ર9- ડિસેમ્‍બર

વિશ્‍વ જેૈવિકતા દિન

World Biodiversity Day

6. ઈકો કલબ વ્‍યૂહરચનાઃ

ઈકો કલબની પ્રવૃતિઓ વ્‍યૂહરચનાને ઘ્‍યાનમાં રાખીને યોજવામાં આવી હતી.

રાજય કક્ષાએ              જી.સી.ઈ.આરઈટી

જિલ્‍લા કક્ષાએ     DIET

બ્‍લોક કક્ષાએ              B.R.C.

સીઆરસી કક્ષાએ          C.R.C.

શાળા કક્ષાએ          પ્રાથમિક શિક્ષકો

રાજયકક્ષાએ ઈકો-કલબ પ્રવૃતિનું આયોજન જીસીઈઆરટી., ગાંધીનગર  બરા  કરવામાં આવ્‍યુ હતુ.રાજયકક્ષાનો ઈકો-કલબ પ્રવૃતિ વર્કશોપ જુન મહિનામાં ભૂજ ખાતે યોજાયો હતો. જેથી ઈકો-કલબ પ્રવૃતિઓ અંગેનું માર્ગદર્શન જીસીઈઆરટી કક્ષાએથી અમને પ્રાપ્‍ત થયુ. આ વર્કશોપમાં ઈકો-કલબની પ્રવૃતિઓ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી કે, જિલ્‍લાના વાર્ષિક આયોજનમાં કઈ-કઈ પ્રવૃતિઓને પ્રાધાન્‍ય આપવુ. જેમાં લોકજાગૃતિલક્ષી પ્રવૃતિઓ, પર્યાવરણલક્ષી પ્રવૃતિઓ અને જળસંચયને લગતી પ્રવૃતિઓ અને જિલ્‍લાના ડોકયુમેન્‍ટેશનનો સમાવેશ થયો હતો. રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં ઈકો-કલબની પ્રવૃતિને વેગ મળે તેવા પ્રયાસો જિલ્‍લા કક્ષાએથી થાય તેવું આયોજન કરવા જણાવવામાં આવ્‍યુ.

જિલ્‍લા કક્ષાઓ ડાયેટ, ગાંધીનગર ખાતે જિલ્‍લાના તમામ બી. આર. સીે કો-ઓ અને સભ્‍યોની પ્રાચાર્ય સાથે બેઠક બોલાવવામાં આવી. જેમાં ઈકો-કલબની પ્રવૃતિઓ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને તમામ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમા ઈકો-કલબની પ્રવૃતિઓનું વાર્ષિક આયોજન (શાળા કક્ષાનું) આપવામાં આવ્‍યું હતું સાથે-સાથે ઈકો-કલબની પ્રવૃતિને લગતા તમામ પત્રકોની વહેચણી પણ કરવામાં આવી હતી. જિલ્‍લા કક્ષાએ ઈકો-કલબ પ્રવૃતિઓ અંગેના તાલીમ વર્ગનું આયોજન કરવામાં VFવ્યું હતું. જેમાં જિલ્‍લાના શિક્ષકો હાજર રહયા હતા તથા ઈકો-કલબ પ્રવૃતિઓનો  વર્ગ દરમિયાન ગાંધીનગર વનસંશોધન સંકુલખાતે યોજાયો હતો.

 • જિલ્‍લાની દરેક શાળાઓમાં ઇકો-કલબની ગ્રાન્‍ટ મળ્‍યા બાદ દરેક શાળાએ લોકભાગીદારીથી ભંડોળ એકત્ર કર્યું અને ઇકો-કલબની પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. દરેક શાળામાં આ પ્રવૃતિ માટે ઈકો-કલબની રચના કરેલ છે. જે સભ્‍યોએ ઈકો-કલબની પ્રવૃતિનું આયોજન કર્યું. જિલ્‍લાની દરેક પ્રાથમિક શાળાઓમાં બાળકો અને શિક્ષકોએ જોડાઈને ઈકો-કલબની સારી કામગીરી કરેલ છે. જેમાં દરેક શાળાઓમાં ડાયેટ તરફથી મળેલ વાર્ષિક આયોજન મુજબ નીચે જેવી પ્રવૃતિ કરાવવામાં આવેલ છે.

 • ઈકો-કલબ સમતિની રચના

 • વૃક્ષારોપણ કાર્યક્રમ

 • સ્‍વચ્‍છતા અભિયાન તથા વર્ગ સુશોભન કાર્ય

 • ઔષધિબાગ તથા કિચન ગાર્ડનની રચના

 • વિવિધ વિષયો પર પ્રોજેકટ કાર્ય તથા વકતૃત્‍વ સ્‍પર્ધા

 • પર્યાવરણ પોસ્‍ટર, ચાર્ટ, ચિત્રો, વકતૃત્‍વ સ્‍પર્ધા

જિલ્‍લામાં ઈકો-કલબની પ્રવૃતિઓનું મોનિટરીંગ પણ હાથ ધરવામાં આવ્‍યું હતું. જેમા ડાયેટના લાયઝન અધિકારી, બી.આર.સી.કો-ઓર્ડિનેટર, સી.આર.સી.કો-ઓર્ડિનેટર તથા બી.આર.પી. જોડાયા હતા. આમ વર્ષ. ૨૦૧૫-૧૬ દરમિયાન ડાયેટ દ્ધારા રચેલ વ્‍યૂહરચના પ્રમાણે ઈકો-કલબની અસરકારક કામગીરી થઈ.

 7. ઈકો કલબમાં અન્‍ય સંસ્‍થાઓનો સહયોગઃ

 • વોટર એન્‍ડ સેનિટેશન મેનેજમેન્‍ટ ઓર્ગેનાઈઝેશન (વાસ્‍મો),

 • પ્રકૃતિ મિત્ર મંડળ,

 • વન સંશોધન સંકુલ, સેકટર-૩૦

 • વન ચેતના કેન્‍દ્ર, સેકટર-૩૦ ગાંધીનગર

 8. ઇકો-ક્‍લબ સૂત્રમાલા :

 • વૃક્ષનું જતન, વિશ્‍વનું જતન

 • વૃક્ષ આધાર જીવ માત્રનો.

 • વૃક્ષો વાવો, સમૃદ્ધિ લાવો.

 • એક બાળ, એક ઝાડ.

 • વૃક્ષો વાવો, વરસાદ લાવો.

 • વન ખીલે તો જગ ખીલે.

 • વૃક્ષો વાવો, દુષ્‍કાળ હટાવો.

 • શેઢે શેઢે ઝાડ, સમૃદ્ધિનાં પહાડ.

 • વૃક્ષો વાવો, પ્રદૂષણ હટાવો.

 • સમૃદ્ધ વૃક્ષ, સમૃદ્ધ જીવન.

 • ઝાઝાં વૃક્ષો રળિયામણા

 • વન ખીલે તો જગ ખીલે

 • વૃક્ષ નાશ, નોતરશે સર્વ વિનાશ.

 • વૃક્ષ એ પરોપકારી સંત છે.

 • વૃક્ષ એક લાભ અનેક.

વૃક્ષોની વૃદ્ધિ એટ્‍લે આપણી સમૃદ્ધિ

9. શાળા કક્ષાએ કરવામાં આવેલ ઈકો કલબની પ્રવૃતિઓ

 (1)  તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં નીચે મુજબની પ્રવૃત્તિઓ યોજાઇ હતી

ક્રમ

તારીખ

પ્રવૃતિનું નામ

પ્રવૃતિની વિગતવાર માહિતી

1

17/6/15

પર્યાવરણ દિનની ઉજવણી

શાળામાં તથા ગ્રામ્‍યકક્ષાએ શિક્ષકો તેમજ બાળકો બરા રેલી અને વૃક્ષારોપણ

1ર/7/15

વિશ્‍વ વસ્‍તી દિનની ઉજવણી

શાળામાં બાળકો બરા રેલી તેમજ સુત્રોચ્‍ચાર બરા જનજાગૃતિ

3

03/8/15

વનમહોત્‍સવની ઉજવણી

રેન્‍જ ફોરેસ્‍ટ અધિકારી બરા પ000 જેટલા રોપાઓનું બાળકોને વિતરણ કરવામાં આવ્‍યુ.

4

19/10/15

વન્‍ય પ્રાણી સપ્‍તાહ

બાળકોને વન્‍ય પ્રાણીઓ વિશે નિબંધ સ્‍પર્ધા તેમજ તેઓનુ આપણા જીવનમાં મહત્‍વ.

પ.

14/1ર/15

રાષ્‍ટ્રીય ઉર્જા સરંક્ષણ દિનની ઉજવણી

ઉર્જાનો પ્રકાર તેમજ ઉર્જાનો વિવેકપૂર્ણ ઉપયોગ અને પુનઃ પ્રાપ્‍ય ઉર્જાનો ખ્‍યાલ.

(ર)

ક્રમ

તારીખ

પ્રવૃતિનું નામ

પ્રવૃતિની વિગતવાર માહિતી

1.

રર/06/15

અક્ષયપાત્ર યોજના

જેની જવાબદારી શાળાના એક શિક્ષકને સોંપી જે આમાં પક્ષીઓ માટે અનાજ સંગ્રહ કરે.

રર/07/15

ઔષધબાગ નિર્માણ

વિધાથીઓએ કુંવરપાઠું, તુલસી, આમળા, અરડુસી જેવી જુદી જુદી ઔષધિઆનાં બાગનું નિર્માણ કર્યુ

3

07/8/15

વૃક્ષા રોપણ

વૃક્ષ ઉછેર પઘ્‍ધતિ

શાળાના શિક્ષકો દ્ધારા વૃક્ષ ઉછેરની નવી પઘ્‍ધતિઓ વિશે માહિતી  તથા વૃક્ષા રોપણ કરવામાં આવ્‍યું

4

ર/9/15

થી

પ/9/15

– વન્‍યપાણી સપ્‍તાહ

– પ્રાણી પોથી

– સફાઈ અભિયાન

– વન્‍ય પ્રાણીઓના   ચિત્રોનું પ્રદર્શન

શાળામાં જુદી જુદી પ્રવૃતિએ કરવામાં આવી  તથા બાળકોને ઈનામ આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા

 

(3)

ક્રમ

તારીખ

પ્રવૃતિનું નામ

પ્રવૃતિની વિગતવાર માહિતિ

 1

0ર/7/15

ઔષધિ બાગની રચના

ઔષિધિઓના છોડોની રોપણી કરવામાં આવી અને ઔષધિનો જીવનમાં ઉપયોગીતાની સમજ.

  ર

ર6/9/15

પાણીનું શુઘ્‍ધિકરણ

અશુદ્ધ પાણીનું શુઘ્‍ધીકરણ પ્રોજેકટની રચના

(4)

 ક્રમ

તારીખ

પ્રવૃતિનું નામ

પ્રવૃતિની વિગતવાર માહિતિ

1

1પ/6/15

વિશ્‍વ પર્યાવરણ દિનની ઉજવણી

બાળકોને વૃક્ષારોપણ કરાવ્‍યુંઈ વૃક્ષ દતક લેવડાવ્‍યા

 

ર0/6/15

વાલી સંમેલન

વાલીઓને વૃક્ષારોપણ કરાવ્‍યું

પ/7/15

મહા સફાઈ આયોજન

શાળાના કંમ્‍પાઉન્‍ડની સફાઈ કરાવી

 

ર9/7/15

વિશ્‍વ પ્રકૃતિ દિન ઉજવણી

ચિત્ર સ્‍પર્ધા, નિબંધ સ્‍પર્ધા લેવામાં આવી

3

3/8/15

વૃક્ષ ઉછેરની પઘ્‍ધતિ

વેસ્‍ટમાંથી બેસ્‍ટની  પ્રવૃતિ  કરાવી

 

16/8/15

સ્‍વચ્‍છતા અભિયાન

શાળાની સફાઈ કરાવી

4

6/9/15

વન ભોજન

વન ભોજનમાં લઈ જવા

 

16/9/15

આંતર રાષ્‍ટ્રીય ઓઝોન દિનની ઉજવણી

C.D.બતાવી ગ્‍લોબલ વોર્મિંગ વિશે સમજ આપી

 

ર7/9/15

વિશ્‍વ પર્યટન દિનની ઉજવણી

પર્યટનના મુખ્‍ય સ્‍થળોની યાદી બનાવી

31/9/15

1પ/10/15

વન્‍ય પ્રાણી સપ્‍તાહની ઉજવણી

વિશ્‍વ અન્‍ન દિનની ઉજવણી

વન્‍ય પ્રાણીઓની સમજ આપી રેલી કાઢી

અનાજ તથા કઠોળની ઓળખ કરાવી

6

રપ/11/15

વન પ્રકૃતિ દિનની ઉજવણી

વૃક્ષોને ગેરૂ કરવુંલ પ્રાણીપોથી,પર્ણપોથી, પ્રોજેકટ કાર્ય

(પ)

ક્રમ

તારીખ

પ્રવૃતિનું નામ

પ્રવૃતિની વિગતવાર માહિતી

1.

1પ/7/15

ગ્રામ સફાઈ

બાળકો દ્ધારા ગામની શેરીઓ, રસ્‍તાઓ, પાણીના ખાબોચિયા તથા શરીર સ્‍વચ્‍છતાનુ કાર્ય.

ર.

ર9/8/15

સફાઈકામ

કચરા ટોપલી દ્ધારા શાળાના મેદાનમાં રહેલ કચરાનો નિકાલ

3.

18/9/15

ઔષધિ બાગ

ઔષધિબાગના નિર્માણ દ્ધારા વિવિધ વનસ્‍પતિની ઓળખ વિશે માર્ગદર્શન.

4.

રપ/10/15

પ્રાણીપોથીની રચના

વિવિધ પ્રાણીઓના પ્રાણી-ચિત્રોના કટિંગ્‍સ દ્વારા પ્રાણીપોથી બનાવી.

પ.

ર9/11/15

વૃક્ષોનું જીવનમાં મહત્‍વ

શાળામાં બાળકો દ્વારા વિવિધ વૃક્ષોનાં મહત્‍વ વિશે વકૃત્‍વ સ્‍પર્ધા.

6.

4/1ર/15

શરીર સ્‍વચ્‍છતા

બાળકોને પોતાના શરીરની સ્‍વચ્‍છતા વિશે સમજ.

5|S’lT ULTM

ZFU o પંખી બની ઉડી જાવું

બાળક બની બગીચે ભમવા જાવું (ર)

હો. હો. હો. ઈકો કલબના ધામમાં

અલગ અલગ પ્રવૃતિઓ થાય હો …..

મને પ્રવૃતિ કરવાની મજા આવે……..

                      નિબંધ સ્‍પર્ધા થાય, છોડવા રોપાય

                   પ્રકૃતિના ખોળે મજા આવી જાય હો….

                      હો. હો. હો. ઈકો કલબના ધામમાં

             નવુ-નવુ જાણવાનું મન થાય મને મજા આવી જાય

                       હો. હો. હો. ઈકો કલબના ધામમા.

                      બાળક બની ઈકો કલબમાં જોડાવ (ર)

                       હો. હો. હો. ઈકો કલબના ધામમા.

 

T~GF\ p5SFZ

આ ઝાડનાં છે, બહુ ઉપકારો

એનો થાય કદીના સરવાળો

એના ફુલ સુગંધી દેનાર

જેના જગ પર છે નવ ઉપકારો

એના મીઠા ફળને આરોગી

મીઠાશ બધે વહેંચીને જીવો

એના કણ કણમાં અમૃત વરસો

એના આશિષ ફુલ બની હરખો

એના મીઠા મીઠા ફળમાંથી

એક પ્રેમ તણી હેલી વરસો

એની મીઠી મીઠી છાયા માત બની

જનમો જનમના તાપ હશે.

તમે હર જીવોમાં શ્‍વાસ બની

હસતા જ રહો રમતા જ રહો.

હે નવ જનમોના દેનારા

મને નવ જનમે એક ઝાડ કરો.

ઇકો કલબની તસ્વીર કથાઃ

આંત્રેલી પ્રાથમિક શાળા તા. દહેગામ પર્યાવરણ મિત્ર સ્વચ્છતા સંકુલ

દેલવાડ પ્રાથમિક શાળા તા. માણસા પર્યાવરણીય પ્રવેશદ્વાર

ગગનચુંબી વૃક્ષોની હારમાળા ધરાવતો પ્રાથમિક શાળાનો પ્રવેશદ્વાર