બાળમેળા અને લાઇફ સ્કીલ મેળા

શાળા પ્રવેશોત્સવ વખતે યોજાતી બાળમેળા, જીવન કૌશલ્ય બાળમેળા

પ્રવૃત્તિની સમજઃ

પ્રસ્તાવનાઃ

છેલ્લા ઘણા વર્ષોથી યોજાતી બાળમેળા, જીવન કૌશલ્ય બાળમેળા અને ઇકો કલબની પ્રવૃત્તિ પહેલાં અલગ અલગ સમયગાળામાં યોજાતી હતી.

       પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્ર દરમ્યાન બાળ મેળા અને જીવન કૌશલ્ય બાળ મેળાની પ્રવૃત્તિ યોજવામાં આવતી હતી. મૂળે આ પ્રવૃત્તિ સ્કુલ રેડિનેશ પ્રોગ્રામ(શાળા તત્પરતા કાર્યક્રમ)ના ભાગરૂપે શરૂ કરવામાં આવી હતી. શરૂઆતના ત્રણ માસ દરમ્યાન બાળગીતો, બાળ રમતો અને પ્રવૃત્તિઓના ભાગરૂપે આ બાળમેળાની પ્રવૃત્તિઓ યોજવામાં આવતી હતી. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પણ આ શાળા તત્પરતા કાર્યક્રમનો જ એક ભાગ હતો. છેલ્લા એક વર્ષથી આ બાળ મેલા અને જીવન કૌશલ્ય બાળમેળાની પ્રવૃત્તિ શાળા પ્રવેશોત્સવની સાથે યોજાય છે.

       બાળ મેળો એ ધોરણ ૧ થી ૫ના વિદ્યાર્થીઓ માટે આંગળાની કેળવણીના ભાગરૂપે યોજવામાં આવે છે. જેમાં માટીકામ, કાતરકામ, કાગળકામ, ગડીકામ, કોતરણીકામ, સંગીત સાથે રમત, ચીટકકામ, બાળગીત, બાળવાર્તા, બાળઅભિનયગીત, બાળનાટક, વેસ્ટમાંથી બેસ્ટ જરી કામ રેતી કામ, ગીત-સંગીત, મૂક અભિનય, છાપકામ, રંગપૂરણી, ઉખાણાં, જોડકણાં અને વેશભૂષા સ્થાનિક પર્યાવરણ સાથે યોજી શકાય તેવી વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ બાળકોની સહભાગીદારીથી હાથ ધરવામાં આવે છે. શાળામાં આ પ્રવૃત્તિ યોજવા માટે ૫૦૦/-ની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.

       જીવન કૌશલ્ય આધારિત બાળ મેળો એ ધોરણ ૬ થી ૮ના બાળકો માટે તેમના જીવનમાં ઉપયોગમાં આવે તેવા વિવિધ કૌશલ્યો આધારિત પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેવીકે સર્જનાત્મકતા, ચાલો શીખીએ, સ્વજાગૃતિ, શુસોભન, સ્વચ્છતા, હળવાશની પળોમાં, પર્યાવરણને જાણો માણો અને જાળવો, વાચન-લેખન-અવલોકન, સામાન્ય જ્ઞાન અને સમસ્યા ઉકેલ, સમુહજીવન અને બાળ પ્રદર્શન જેવી વિવિધતા ધરાવતી કૌશલ્ય આધારિત પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે. શાળામાં આ પ્રવૃત્તિ યોજવા માટે ૫૦૦/-ની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.