General Information

 1. 1 ભૌગોલિક માહિતી :-

 

 • જિલ્લો :      ગાંધીનગર

 • સ્‍થાન        :      અક્ષાંશવૃ઼ત (ઉત્તર) 230 થી રેખાંશવૃત (પૂર્વ)

72.10/2.730

 • કુલ વરસાદ        :      60 થી 100 સે.મી.

 • વિસ્‍તાર        :      ભૌગોલિક વિસ્‍તાર અંદાજે 2137.62 ચો.કિ.મી.

 • શહેરી વિસ્‍તાર :      157.20 ચો.કિ.મી.

 • ગ્રામ્ય વિસ્તાર :      1980.42 ચો.કિ.મી.

 • તાલુકા        :      ચાર તાલુકા અનુક્રમે (1) ગાંધીનગર (2) દહેગામ

(3)માણસા (4) કલોલ.

 • વસ્તી (કુલ)        :      2011ની ગણત્રી પ્રમાણે કુલ 1391753

 • વસ્તી (પુરૂષ)        :      723864

 • વસ્તી (સ્ત્રી)        :      667889

 • વસ્તી (ગ્રામ્‍ય) :      791126

 • વસ્તી (શહેર)        :      600627

 

 

સાક્ષરતા દર :

 • સાક્ષરતાનો દર (કુલ) :      16

 • સાક્ષરતાનો દર (સ્ત્રી) :      76

 • સાક્ષરતાનો દર (પુરૂષ) :      01

 

1.2  પ્રાથમિક માહિતી :-

 

 • જિલ્લાનું મુખ્‍ય મથક :       ગાંધીનગર

 • તાલુકા :       1. ગાંધીનગર  2. દહેગામ  3. માણસા  4.કલોલ

 • પર્વત / ડુંગર  :        એક પણ નથી.

 • નદીઓ   :         1. સાબરમતી  2. ખારી

 • વનસ્‍પતિ :         આંબો, લીમડો, મહુડો, બાવળ, વડ, રાયણ

 • પ્રાણી  :        ગાય, ભેંસ, બળદ, ઘેટાં, બકરાં, નીલગાય.

 • ખેતીપાક :        ઘઉં, ડાંગર, બાજરી, જુવાર, કપાસ, તમાકુ, કઠોળ, શાકભાજી

 • ઉદ્યોગો         :       હાથશાળ, કાગળ, ફર્નિચર, ડેરી, ઈલેક્‍ટ્રોનિક્‍સ, સિરેમિકસ,

રાસાયણિક ખાતર વગેરે.

 • ખોરાક                 :       ઘઉં, ચોખા, બાજરી, દાળ, શાકભાજી, દૂધ, ઘી, છાશ.

 • રેલ્‍વે સ્‍ટેશન :        ગાંધીનગર, દહેગામ, કલોલ, ડભોડા.

 • શહેરો / જોવાલાયક સ્‍થળો : ગાંધીનગર, રાંધેજા, માણસા, સાદરા, દહેગામ,

સાંપાની વાવ.

 • અન્‍ય વિશેષ બાબત           : ગાંધીનગર સુનિયોજિત નગર, ઇન્‍દ્રોડા નજીક પ્રકૃતિ ઉદ્યાન,

અડાલજની વાવ, રૂપાલની પલ્લી, અક્ષરધામ (સ્‍વામીનારાયણ મંદિર), ગિયોડ અંબાજી માતાનું મંદિર.

 • લોકોત્‍સવ મેળો : નવરાત્રી, સાદરા, ઉનાવા, ડભોડાનો મેળો.

 

ગાંધીનગરનો ઇતિહાસ

પ્રસ્‍તાવનાઃ-

ગુજરાત રાજયનું પાટનગર ગાંધીનગર છેલ્લાં બાવીસ વર્ષથી વિકસી રહયું છે. સ્‍વાતંત્રોત્તર ભારતનું ચંદીગઢ, ભુવનેશ્વર પછી રાજધાનીનું આ ત્રીજું શહેર છે. આ શહેર સંપૂર્ણતઃ ગુજરાત સરકારે પોતાની વિશેષ જાણકારી દ્વારા વિકસાવ્‍યું છે. આ શહેર શાંતિ અને નિસર્ગ પ્રેમી રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીને અર્પણ કરવામાં આવ્‍યું છે.

 

ઇતિહાસ :-

ઇતિહાસ અનેક નગરોનો જન્‍મદાતા છે. કેટલાંક નગરોનાં મૂળ લશ્‍કરી છાવણીઓ સુધી લંબાય છે. તો કેટલાંક નગરો વહીવટી કે ઔદ્યોગિક સ્‍થળોમાંથી જન્‍મ્‍યાં છે. કેટલાંક નગરો શૈક્ષણિક અને સાંસ્‍કૃતિક કેન્‍દ્ર તરીકે કે પછી વેપાર, વાણિજય અને બજાર તરીકે વિકસ્‍યાં છે. અલબત્ત, સમય જતાં, વિકાસની સાથે સાથે આવાં કારણો પરસ્‍પર ભળી જતાં જોવામાં આવે છે.

દ્વિભાષી મુંબઇ રાજયનું વિભાજન થતાં તારીખ પહેલી મે ઓગણીસો સાઇઠ (01/05/1960) થી મહારાષ્‍ટ્ર અને ગુજરાત રાજય અસ્‍તિત્વમાં આવ્‍યાં અને ગુજરાત રાજયની અલગ રાજ્‍ય તરીકે સ્‍થાપના કરવામાં આવી. ગુજરાત રાજ્‍યની અલગ રચના થતાં રાજ્‍યના પાટનગરનો પ્રશ્ન ઉપસ્‍થિત થયો. ગુજરાતની પ્રજાની સાહસિકવૃત્તિ, ગતિશીલતા અને આકાંક્ષાઓના પ્રતીક સમા એક નવા જ પાટનગર ગાંધીનગર બાંધવાનો નિર્ણય તે સમયે લેવામાં આવ્‍યો. પરંતુ નવું પાટનગર ન થાય ત્‍યાં સુધી થોડા સમય માટે રાજયનું પાટનગર  અમદાવાદ મુકામે રાખવામાં આવ્‍યું હતું. 1966માં ગાંધીનગરનો માસ્‍ટર પ્‍લાન મંજૂર થયો અને 1967માં બાંધકામનો આરંભ થયો. જૂન, 1970માં સચિવાલય નવા પાટનગરમાં ખસેડાયું અને સાથે જ ગાંધીનગર ગુજરાત રાજયનું મુખ્‍ય મથક બની ગયું.

આમ, અમદાવાદ શહેરની વસ્‍તીની ગીચતાને ઓછી કરવા માટે અમદાવાદથી લગભગ 30 કિ.મી. ઉત્તરે સાબરમતી નદીના કિનારે ગુજરાત રાજયનું નવું પાટનગર વસાવવામાં આવ્યું. પાટનગરની રચનાને ખાસ મહત્વ મળે, તેનો ઝડપથી વિકાસ થાય તે માટે અમદાવાદ તથા મહેસાણા જિલ્લાના કેટલાક  ગામ લઇને  ગાંધીનગર જિલ્લો બનાવવાનું નકકી કરવામાં આવ્‍યું.  આમ ગાંધીનગર જિલ્લો અસ્‍તિત્‍વમાં આવ્‍યો.

ગુજરાતના પનોતા પુત્ર, આઝાદીના મહાન ઘડવૈયા, સત્‍યના પુજારી એવા ભારતના રાષ્‍ટ્રપિતા પૂજ્‍ય મહાત્‍મા ગાંધી (બાપુ) ના નામ ઉપરથી ગુજરાત રાજ્‍યની રાજધાનીને ગાંધીનગર શહેર તરીકે વિકસાવવામાં આવ્‍યું.

ગાંધીનગર જિલ્લો બન્‍યો ત્‍યારે ફકત તેનો એક જ તાલુકો ગાંધીનગર તાલુકો હતો. ત્‍યારબાદ, અમદાવાદ જિલ્લાના દહેગામ તાલુકાનો ગાંધીનગર જિલ્લામાં સમાવેશ આવ્‍યો. 1998માં જિલ્લાઓનું વિભાજન થતાં મહેસાણા જિલ્લાના કલોલ તેમજ માણસા તાલુકાનો સમાવેશ ગાંધીનગર જિલ્લામાં કરવામાં આવતાં, હવે ગાંધીનગર જિલ્લામાં ચાર તાલુકા ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલનો સમાવેશ થયેલ છે.

સ્‍થાન અને શહેરવિસ્‍તાર : –

ગુજરાતના આર્થિક, સાંસ્‍કૃતિક કેન્‍દ્ર સમા અમદાવાદની ઉત્તરે ૩૦ કિલોમીટરના અંતરે ગાંધીનગર શહેર 57 કિલોમીટર જેટલા વિસ્‍તારમાં પથરાયેલું છે. ગાંધીનગર અમદાવાદ કરતાં 21 મીટર જેટલી વધુ ઉાંચાઇ પર આવેલું છે. અને તેની વચ્ચેથી સાબરમતી નદી પસાર થાય છે. શહેરનો વિકાસ વિધાનસભાથી પશ્ચિમ ભાગના વિસ્‍તારમાં કરવામાં આવ્યો છે. જયપુર, ચંદીગઢની જેમજ ગાંધીનગરનું આયોજન ગ્રીડ પેટર્ન ઉપર આધારિત છે. આ રસ્‍તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હોવાથી આખું શહેર લંબચોરસ એવા 30 જેટલાં સેકટરોમાં વિભાજીત થયેલ છે. તેજ રીતે અન્‍ય ત્રણ તાલુકા અનુક્રમે : દહેગામ, માણસા અને કલોલમાં પણ સ્‍થાનિક તાલુકા કક્ષાનો વિસ્‍તાર શહેર વિસ્‍તાર તરીકે પ્રસ્‍થાપિત છે.  આમ, ગાંધીનગર જિલ્લાનો અંદાજિત 20 ટકા વિસ્‍તાર શહેર વિસ્‍તાર તરીકે પથરાયેલો છે.

પાટનગર તરીકે ગાંધીનગરમાં સચિવાલય સંકુલ તેનું મુખ્‍ય અંગ છે. આગળ પાછળની વિશાળ ખુલ્લી જગ્‍યાને કારણે સચિવાલયને અનુરૂપ એવી ભવ્‍યતાની લાગણી જન્‍માવે છે. સગવડની દ્રષ્‍ટિએ સ્‍વતંત્ર ઉપનગર તરીકે એનું આયોજન થયું છે.  વિવિધ દરજજાના સરકારી કર્મચારીઓ માટે બંધાયેલા જુદા જુદા પ્રકારના આવાસો તેમજ ખાનગી મકાનોનો સમાવેશ થાય છે. પ્રત્યેક સેકટરમાં દુકાનો, સાર્વજનિક હોલ, દવાખાનું, ટપાલ કચેરી, પોલીસ ચોકી, પ્રાથમિક / માધ્‍યમિક શાળા અને બગીચાઓ જેવી સગવડો સહિત સ્‍વતંત્ર રીતે રોજબરોજની જીવન જરૂરિયાતો મળી રહે, તે રીતે આયોજિત થયેલ છે. શહેર કક્ષાએ જરૂરી એવી દવાખાના, બંબાખાનું, ટાઉનહોલ, પુસ્‍તકાલય, કોલેજ, સ્‍પોર્ટસ સંકુલ, વાણિજય વિસ્‍તાર, બસ સ્‍ટેશન, જાહેર મેદાન જેવી શહેર કક્ષાની તમામ સગવડો શહેરના મધ્‍ય ભાગમાં અને અનુરૂપ જગ્‍યાએ આયોજિત થયેલ છે. રેલ્‍વે સ્‍ટેશનને અનુરૂપ ગોડાઉનો તેમજ થર્મલ પાવર સ્‍ટેશન વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે. સાબરમતી નદી ઉપર આડબંધ બાંધી એક કૃત્રિમ જળાશય બનાવી આગળ પાછળના કોતરના વિસ્‍તારમાં પાણી સાથે સંકલિત એવી આનંદ પ્રમોદની સગવડો વિકસાવવામાં આવી રહેલી છે. સરિતા ઉદ્યાનની સાથેના નદી કિનારાના વિસ્‍તારમાં પ્રાગ ઐતિહાસિક સંગ્રહાલય તેમજ ગાંધી સ્‍મારકનું આયોજન થયેલ છે.

ગાંધીનગર પર્યાવરણની દ્રષ્‍ટિએ એક આગવું વ્‍યકિતત્વ ધરાવે છે. આ શહેરમાં વૃક્ષની ગીચ હારમાળાઓ, સુઆયોજિત શેરીઓ, પુષ્‍પ આચ્‍છાદિત બાગ-બગીચાઓ, ખુલ્લા મેદાનો, ભવ્‍ય ઇમારતો, તાજગીભર્યા કાર્યક્ષમ અને સુરૂચિપૂર્ણ આવાસો જેવી લાક્ષણિકતાઓથી ગાંધીનગર મુલાકાતીઓનું આકર્ષણ કેન્‍દ્ર બની રહયું છે. પ્રદૂષણમુકત વાતાવરણ અને ખુલ્લી જગ્‍યાઓ ગાંધીનગરને ગીચ શેરીઓ અને અસ્‍વચ્‍છ વસવાટો વાળા અન્‍ય શહેરોથી તદ્દન અલગ પાડી દે છે.

 1. ગાંધીનગર જિલ્લાનો – રાજકીય નકશો, માર્ગ અને રેલવેના તાલુકાવાર નકશા, જોવાલાયક સ્‍થળો, મનોરંજનના સ્‍થળો, ઉદ્યોગ, જમીન અને ખેતીના પાક.

2.1 ગાંધીનગર જિલ્લો

 

 

2.2   ગાંધીનગર જિલ્લાના તાલુકાવાર નકશા :-

તાલુકા – (1) ગાંધીનગર (2) દહેગામ (3) માણસા (4) કલોલ.

 

ગાંધીનગર તાલુકાનો નકશો :

 

દહેગામ તાલુકાનો નકશો :

માણસા તાલુકાનો નકશો :


 

કલોલ તાલુકાનો નકશો :